બનાવટી નિમણૂંક પત્રો બનાવીને સચિવાલય પાછળ બોલાવીને આપીને વિશ્વાસમાં લેતા.
૪ શખ્સોએ GPSCમાં કલાસ-૧ની નોકરી અપાવવાનું કહીને ૩.૪૪ કરોડ પડાવી લીધા.
ચાર શખ્સની ધરપકડ, ચારમાંથી ત્રણ આરોપીઓ વકીલાત પ્રેક્ટિસ કરે છે
![]() |
| અમદાવાદ |
ચારેય ગઠિયાઓએ કોની કોની પાસેથી રૂપિયા પડાવ્યા
યોગેશને અમદાવાદમાં ડેપ્યુટી કલેકટરની નોકરીનું કહીને ૧.૨૦ કરોડ અને વિજયને વડોદરામાં ડેપ્યુટી કલેકટરની નોકરીનું કહીને ગઠીયાઓએ ૧.૨૦ કરોડ અને પ્રદિપ શર્માને મહેસાણામાં ડેપ્યુટી કલેક્ટરની નોકરી ૨ કરોડમાં અપાવવાનું કહીને ૫ લાખ લીધા, અતુલ પટેલને જોઇન્ટ ડાયરેક્ટરમાં ૨ કરોડમાં પોસ્ટીંગ અપાવવાનું કહીને ૩૦ લાખ પડાવ્યા અને જીગર પટેલને ખાણ ખનીજ વિભાગમાં આસિ.મેનેજરની નોકરી ૧.૨૦ કરોડમાં અપાવવાનું કહીને ૨૨ લાખ રૂપિયા પડાવ્યા હતા.
રાજયમાં નકલી અધિકારીઓનો તરખાટ હજુ ચાલુ છે વધુ એક કિસ્સો હવે જીપીએસસીના કલાસ-૧ અધિકારીના નામે બહાર આવ્યો છે. GPSCમાં કલાસ ૧ અધિકારી તરીકે સરકારી નોકરી અપાવવા માટે બનાવટી નિમણુંક પત્રો છ યુવકોને
આપીને ૩.૪૪ કરોડ પડાવનાર જલદીપ ટેલર, જીતેન્દ્ર પ્રજાપતિ, અંકિત પંડયા અને હિતેશ સૈની વિરૂદ્ધમાં છેતરપિંડીની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાતા ચારની ધરપકડ કરાઈ જેમાં, ચાર પૈકી જીતેન્દ્ર પ્રજાપતિ, અંકિત પંડયા, અને જલદીપ ટેલર ત્રણેયે વકિલાતની પ્રેક્ટિસ કરે છે. જ્યારે જીતેન્દ્ર નામનો આરોપી થલતેજની અવિરત કોલેજમાં પ્રિન્સિપાલ છે. આ ચારેય ગઠિયાઓએ ૭૦ જેટલા યુવકોને કલાસ ૧ અધિકારી તરીકેની નોકરી અપાવવાનું કહીને કરોડો રૂપિયા પડાવ્યાની હોવાની કાઇ મ બ્રાન્ચને આશંકા સેવી રહી છે.Online પૈસા કમાવા માટે. અહીં ક્લિક કરો
હોમ પેજ ઉપર જવા માટે. અહીં ક્લિક કરો
આરોપીઓએ ક્યાં ક્યાં સ્ટેમ્પ બનાવ્યા અને તેમની સાથે કોણ કોણ કૌભાંડમાં સામેલ છે તેને લઈને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. નિકોલમાં રહેતા યોગેશભાઈ પટેલને ચાર વર્ષ પહેલા એલએલબીમાં એડમિશન મેળવું હતું. જેથી યોગેશભાઈ થલતેજની અવિરત લૉ કોલેજના પ્રિન્સીપાલ જીતેન્દ્ર પ્રજાપતિને ફોન કરીને મિરઝાપુર ખાતેની ઓફિસે મળ્યા હતા. બાદમાં જીતેન્દ્રએ યોગેશભાઈને જલદીપ વકીલ સાથે મુલાકાત કરાવી હતી. જલદિપે કહ્યુ કે, હાલમાં અમદાવાદમાં ડેપ્યુટી કલેક્ટરની એક જગ્યા ખાલી છે જો તમારી ઇચ્છા હોય તો હું તમને ડેપ્યુટી કલેક્ટરની નોકરી અપાવી દઈશ પરંતુ તેના માટે ૨.૨૫ કરોડ રૂપિયા થશે. ટોકન પેટે પાંચ લાખ અને ડોક્યુમેન્ટ આપ્યા હતા. થોડા દિવસ બાદ જલદીપનો ડ્રાઈવર કમ આસિન્ટ હિતેશ સૈની ટુકડે ટુકડે ૧.૨૦ કરોડ રૂપિયા લઈને ડેપ્યુટી કલેક્ટર અમદાવાદનો
નિમણુંક પત્ર આપીને કહ્યુ કે, તમારા
પરિચિતોને નોકરી જોઈતી હોય તો લેતા આવો તમારા બધાનું એક સાથે નોકરીનું સેટ થઈ જાય. જે બાદ યોગેશભાઈ તેમના ભાગીદાર વિજયને ચારેય શખ્સો સાથે મુલાકાત કરાવી હતી. જલદિપે વિજયને વડોદરા ડેપ્યુટી કલેક્ટરની નોકરી અપાવવાનું કહીને ૧.૨૦ કરોડ પડાવ્યા લીધા હતા. બન્નેએ નોકરી પર ક્યારે હાજર થવાનું તેમ પૂછતા ચારેય શખ્સો કહ્યુ કે, હાલમાં લોકસભાનું ઈ લેક્શન છે કહીને બહાના બતાવતા ક્રાઈમ બાન્ચમાં જલદિપ ટેલર, હિતેશ સૈની, જીતેન્દ્ર પ્રજાપતિ અને અંકિત પંડયા વિરૂદ્ધમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જલદીપની ઇસનપુરની ઓફિસમાંથી AMC, GPSC સહિત સરકારના અન્ય વિભાગના બનાવટી નિમણુંક પત્રો અને સ્ટેમ્પ મળ્યા હતા. આટલું જ નહીં, ૭ મોબાઈલ, ૧ લેપટોપ અને બે ફોરવ્હીલર ગાડીઓ ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કરી છે.
