નસકોરી ફૂટે ત્યારે શું કરવું જોઈએ? અને નસકોરી ફૂટે ત્યારે આટલું કરો એટલે બંધ થઈ જશે.

નસકોરી ફૂટે ત્યારે આટલું કરો.

વધારે પ્રમાણમાં નીકળતા લોહીના કારણે અનેક સમસ્યા સર્જાય શકે છે. લોહીના ટકા ઓછા થઇ જાય છે. વારંવાર થતી તકલીફનું તુરંત નિષ્ણાત તબીબ પાસે નિદાન કરાવી જરૂર જણાય લોહીની લેબોરેટરી તપાસ કરાવવી જોઇએ, કારણ કે સચોટ નિદાન સારવારનો પાયો છે.



👉નકમાંથી લોહી નીકળવાના સામાન્ય કારણો


⚫ નાકની પાછળ તાળવામાં થતી ગાંઠ કે જેને લોહીની ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે ગાંઠના લીધે પણ સમસ્યા ઉદ્દભવે છે.


⚫ ભારે શરદી, સાયનસની તકલીફને લીધે પણ નાકમાંથી લોહી નીકળી શકે છે.


⚫ ઉનાળામાં અસહ્ય ગરમીને લીધે નાકની નસમાંથી વારંવા લોહી નીકળવાની સમસ્યા સર્જાય છે.


⚫ લોહીના તત્ત્વોની ઉણપ, હિમોફિલિયા, ત્રાકકણો રૂધિરમાં ઓછા હોય તેવા દર્દીઓમાં પણ નાકમાંથી લોહી નીકળવાની ફરિયાદ હોય છે.


⚫ ઉનાળાના આકરા તાપમાં પાણીજન્ય રોગચાળા સાથે નસકોરી ફૂટવાના કેસ વધ્યા




👉નસકોરી માટેની સારવાર





  1. નસકોરી ફૂટે ત્યારે તાળવા ઉપર ઠંડા પાણીની ધાર પાડવી તેમજ નાકમાં ઠંડા પાણીની છાલક મારવાથી લોહી બંધ થાય છે.
  2. નસકોરી ફૂટે ત્યારે બરફનો ટુકડો માથે કપાળે અને ગરદન પર ફેરવવાથી લોહી બંધ થાય છે.
  3. લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરી નું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે.
  4. ઘંઉ ના લોટમાં સાકર અને દૂધ મેળવીને પીવાથી નીકળતું લોહી બંધ થાય છે.
  5. મરી અને દહીને જૂના ગોળમાં મેળવીને પીવાથી લોહી નીકળતું બંધ થાય છે.